સરસ્વતીચંદ્ર ભાગ ૩/મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 179: Line 179:

સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત

૧કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.
​વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ

કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.

Line 255: Line 253:
“બહુ સારું. એમ થશે.”
“બહુ સારું. એમ થશે.”

* કડ = કેડ
​ભૈરવી મણિરાજને પગે પડી અને ઉઠી ખસી ગઈ. મણિરાજ

ચાલવાનું કરે છે ત્યાં આ સઉ જોઈ રહ્યો હતો એવો એક લંગોટીયો ગોસાંઈ હાથ ઉંચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યોઃ

Line 322: Line 319:

આ વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદ્રશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદ્રશ્ય થયો. ગામને બીજે છેડે તંબુ તાણ્યા હતા ત્યાં સઉ ગયા. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઈ અને મા અને કાકીની પાસે ઉભી. કાકીને શ્રુંગાર–અલંકાર-ભરી ભત્રીજી વ્હાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરી કુસુમને બળથી છાતી સરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી દીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઈ રહી અને તેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી: “ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં આનંદ થઈ ગયો; શો આ બે જણને આનંદ થઈ ગયો છે ? ઈશ્વરની ગતિ ન્યારી છે.”

*“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.
ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુ:ખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઉભી હોય, કુસુમરૂપ - આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સ્વારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મુક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઉતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મ્હોંયે કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર ક્‌હેવા લાગ્યા. સમાચાર ક્‌હેવાઈ ર્‌હેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભુકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દેઈ જડ થઈ ગઈ અને બોલ્યા ચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મ્હોં વાળવા લાગી: “ઓ મ્હારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો? ઓ બ્હેન – મ્હારી ઉછેરેલી - મ્હારી લડાવેલી – હું દુઃખીયારીની દીકરી ! આ દોહ્યલું તે કેમ વેઠાશે !” બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શ્રૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચીંત્યા દુઃખના ભાર નીચે શ્રૃંગારસમેત ડબાઈ. માની પાસે - માની સામે – બેસી પડી – માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી ક્‌હેવા લાગી; “ગુણીયલ, તું કેમ આમ ઢીલી થઈ ગઈ? આપણે તો છત્રની છાયામાં છીયે તે કેમ ભુલી ગઈ? મહારાજને ક્‌હાવ તો ખરી. વડીલ બ્હેનને લીધા વગર નહીં આવે ! પિતાજી હમણાં આવશે. - અરેરે ! ત્હારું ધૈર્ય ગયું !” ઘરમાં પરિવારમાં પુછાપુછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઉઠી, ઓસરીબ્હાર જોવા લાગી, અને જુવે છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સ્વાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દુર દેખાયો, અને દેખાતામાં કુસુમ બુમ પાડી ઘરમાં ગઈ: “ગુણીયલ, ઉઠ, ઊઠ. બીજો એક સ્વાર વેગભર્યો આવે છે !” સ્વારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બારણે જોવા લાગ્યાં. સ્વાર આવ્યો, ઉતર્યો, અને અંદર આવ્યો.

19,010

edits