ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનક-૨'''</span> [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જ...") |
(No difference)
|
Revision as of 13:09, 1 August 2022
કનક-૨ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-માણિક્યસૂરિના શિષ્ય. જિનમાણિક્યસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૨૬-ઈ.૧૫૫૬)માં રચાયેલ ૫૦ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું/મેઘકુમારનો ટૂંકો રાસ’ના કર્તા. આ કવિ જિનમાણિક્યના આજ્ઞાનુવર્તી અને ઈ.૧૫૫૦માં હયાત કનકતિલક ઉપાધ્યાય હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [વ.દ.]