ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ વાચક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકકીર્તિ(વાચક)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] :...") |
(No difference)
|
Revision as of 13:09, 1 August 2022
કનકકીર્તિ(વાચક)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિચંદ્રસૂરિની પરંપરામાં જયમંદિરના શિષ્ય. ૧૩ ઢાળની ‘નેમિનાથ-રાસ’ (૨. ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, મહા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, વૈશાખ સુદ ૧૩), ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]