ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકરત્ન-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકરત્ન-૩'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની...")
(No difference)

Revision as of 13:11, 1 August 2022


કનકરત્ન-૩ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિ (ઈ.૧૭૫૧માં હયાત)ના રાજ્યકાળમાં તથા હંસરત્ન(અવ. ઈ.૧૭૪૨)ની હયાતીમાં રચાયેલા પઘડી છંદની ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (સંભવત: ૨.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮ - “સંવત શશિ નાગ મહિદૃગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦ (+સં.). [વ.દ.]