ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમસી પંડિત-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરમસી(પંડિત)-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખર...")
(No difference)

Revision as of 06:34, 2 August 2022


કરમસી(પંડિત)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જન્મ જેસલમેરમાં. પિતા ચાંપા શાહ. માતા ચાંપલદે. જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત)ની, એમની હયાતીમાં, પ્રશસ્તિ કરતા ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ :ઐજૈકાસંગ્રહ (+સં.). [ક.શે.]