ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૫-કલ્યાણદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણ-૫/કલ્યાણદાસ'''</span> [ઈ.૧૮૨૭માં હયાત] : ડાક...") |
(No difference)
|
Revision as of 07:11, 2 August 2022
કલ્યાણ-૫/કલ્યાણદાસ [ઈ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે. કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(+સં.); ૩. પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા:૧; ૫. બૃકાદોહન:૭; ૬. ભજનસાગર:૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ગૂહાયાદી.[ચ.શે.]