ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ કંદર્પ દેસાઈ/એક ડગલું આગળ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} નિશા ઘીમાં સોજી હલાવે છે. ધીમા તાપે સોજી શેકાતી જાય છે. ટેવાયે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''એક ડગલું આગળ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
નિશા ઘીમાં સોજી હલાવે છે. ધીમા તાપે સોજી શેકાતી જાય છે. ટેવાયેલા હાથે તાવેથો સોજીમાં ફર્યા કરે છે. સોજીનો દાણો લાલાશ પકડતો જાય છે ને ઘીની મનગમતી સુગંધ ઘરમાં ફરી વળી છે. નિશા જાણે શૂન્યાવકાશમાં જોઈ રહી હોય તેમ શેકાતી સોજી સામે જોઈ રહી છે. તેનું ચિત્ત અહીંયાં નથી તે સમજાય છે. પણ ટેવાયેલા હાથ સોજીમાં ગરમ દૂધ નાખે છે, છમકારો થાય છે, ખદબદ ખદબદ થતી સોજીમાં તે ખાંડ નાંખે છે. ઘી છૂટું પડતા એલચી નાખે છે. કિરીટને કાજુ-દ્રાક્ષ પણ જોઈએ શીરામાં, તે પણ નાખે છે. કિરીટ ઘરમાં હોત તો આ સુગંધથી ખેંચાઈ આવ્યો હોત રસોડામાં… બસ, નિશિ, આ શીરો અને શીરા જેવી તું… જીવનમાં આ બે ચીજ અતિપ્રિય અને અનિવાર્ય છે મારે માટે. એ ન હોય તો જીવન નકામું થઈ જાય… નિશાને ગમતી કિરીટની આ ઉપમા. શીરા જેવી તે. ઘીથી તરબતર, સ્વાદિષ્ટ અને સમૃદ્ધ. પણ અત્યારે આ બધું યાદ આવતા તેના હોઠ સહેજ વંકાયા. શીરાનો એક બીજો અર્થ તેના મનમાં પડઘાતો હતો. તરત ગળે ઊતરી જાય છે. એક ક્ષણ તો તેને થયું ફેંકી દે આ શીરાને અથવા તો ખવડાવી દે કૂતરાને. દઝાડનારા અણગમાથી તે શીરા સામે જોઈ રહી. પછી કિરીટને ગમતા કાચના પારદર્શક બાઉલમાં શીરો કાઢ્યો. બટાકાંનું રસાવાળું શાક કાચના બીજા બાઉલમાં કાઢ્યું. પૂરી નહીં, ત્રિકોણીયા પરાઠા, કિરીટને ભાવતાં, સહેજ મરી અને જીરું નાખીને બનાવેલાં. પરાઠાંના ત્રણેય ખૂણા એટલા સરસ કે જાણે ભૂમિતિ ભણતી વેળા કોઈ હોશિયાર વિદ્યાર્થીએ દોરેલો ત્રિકોણ. કિરીટને ગમતું આ બધું. માત્ર જમવાનું એવું નહીં, શોખથી જમવાનું. ડાઇનિંગ ટેબલ પર આકર્ષક રીતે બધું ગોઠવાયેલું હોય અને એ પણ દેખાય એ રીતે તો એની મજા જ જુદી છે. અને તેને પણ બૅંકની નોકરીમાંથી ખાણીપીણીની આ સાજ-સજાવટ માટે સમય મળી રહેતો. કિરીટને ખાવાનો શોખ એટલે તો પોતે રસોઈ બનાવવાનો શોખ કેળવી લીધો હતો.

18,450

edits