ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણકમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણકમલ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સ...")
(No difference)

Revision as of 09:13, 2 August 2022


કલ્યાણકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ ઈ.૧૫૫૬-૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘સનત્કુમાર-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘ષટ્ભાષાસ્તવન’ ઉપર અવચૂરિ રચી હોવાની માહિતી મળે છે. ૧૬ કડીના ‘નેમિનાથ-ફાગ’(મુ.)ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. પરબ, ઑક્ટો. ૧૯૮૧ - ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; [હ.યા.]