ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કવિતછપ્પય’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘કવિતછપ્પય’'''</span> : આ નામથી ઓળખાવાયેલા રવિદા...") |
(No difference)
|
Revision as of 15:49, 2 August 2022
‘કવિતછપ્પય’ : આ નામથી ઓળખાવાયેલા રવિદાસકૃત ૨૫૭ છપ્પા (મુ.) સાધુક્કડી હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલા અને ગુરુમાહાત્મ્ય, અશુદ્ધતાભાવ, નામમહિમા, સંતલક્ષણ, અધમ સ્ત્રી, ઉત્તમ નારી અને નામભક્તિ એ ૭ અંગોમાં વહેંચાયેલા મળે છે. ‘ગુરુમાહાત્મ્ય-અંગ’માં ‘સતગુરુ’નો અપાર મહિમા પ્રગટ કરવાની સાથે સદ્ગુરુના પણ વિલક્ષણ પ્રકારો વર્ણવાયા છે - લોભી સત્ગુરુ તે વામન, ક્રોધી સત્ગુરુ તે પરશુરામ, સાત્ત્વિક સત્ગુરુ તે રઘુનાથ અને કામી સત્ગુરુ તે કૃષ્ણ - અને કહેવાયું છે કે “રવિદાસ અવગુણ તજી, ગુણ ગ્રહે સો સેવક સરે.” ગુરુ, ભક્તિ, જ્ઞાન વગેરેમાં પૂરી નિષ્ઠા ન હોવી - જેમ કે, ચોમાસાની નદી પેઠે ભક્તિનું પૂર આવે અને પછી ગ્રીષ્મની નદી પેઠે ઓસરી જાય - એને અશુદ્ધતાભાવ કહ્યો છે. ‘અધમસ્ત્રી-અંગ’માં સ્ત્રીના કામપ્રભાવનાં અનિષ્ટો અને ‘ઉત્તમનારી-અંગ’માં શીલવંત, બુદ્ધિવંત, ત્યાગી, પતિવ્રતા, ભક્ત નારીનાં લક્ષણો નિરૂપાયાં છે. સરલ ધર્મબોધના આ છપ્પાઓમાં અલંકારનું બળ ધ્યાન ખેંચે એવું છે અને પરમ તત્ત્વાનુભવને વર્ણવવા અવળવાણીનો અસરકારક વિનિયોગ થયેલો છે.[જ.કો.]