ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાભઈ મહારાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાભઈ (મહારાજ)'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિર...")
(No difference)

Revision as of 15:54, 2 August 2022


કાભઈ (મહારાજ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંત મહારાજ (ઈ.૧૭૪૭-ઈ.૧૮૫૨)ના પુત્ર બાવાભાઈના પુત્ર. જ્ઞાતિ રજપૂત. અવટંકે ગોહેલ. દેથાણની જ્ઞાનગાદીના આચાર્ય. એમણે કાકા ખુશાલભાઈ પાસેથી ઉપદેશ લીધો હતો. એમનાં, અલખતત્ત્વના અનુભવનું વર્ણન કરતાં કાફી રાગનાં ૫ પદો મુદ્રિત મળે છે. કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]