ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાળિદાસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાળિદાસ-૨'''</span> [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં]...") |
(No difference)
|
Revision as of 07:03, 3 August 2022
કાળિદાસ-૨ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં] : કાળિદાસ કુબેર એવી નામછાપ મળે છે તેથી ‘કુબેર’ પિતાનામ હોવાની શક્યતા છે. એમની ‘શિવલીલા’ (લે. ઈ.૧૮૬૦ આસપાસ) નામે પણ વસ્તુત: કેટલાંક રૂઢ દૃષ્ટાંતોથી વૈરાગ્યબોધ કરતી ૨૫ કડીની રચના મુદ્રિત મળે છે. એમની આ જ નામની ૧૦૨ કડીની રચના પણ નોંધાયેલી છે તે હકીકત દોષ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૮. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી. [ર.સો.]