ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિમેરુ વાચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિમેરુ(વાચક)'''</span> [ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સા...") |
(No difference)
|
Revision as of 07:12, 3 August 2022
કીર્તિમેરુ(વાચક) [ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સાધુ. કવિનાં કેટલાંક કાવ્યોને સમાવતી કવિએ લખેલી ઈ.૧૪૪૧ની હસ્તપ્રત મળે છે. એમણે જિનવરો તથા જૈન તીર્થોની યાદી આપતી ૨૮ કડીની ‘ત્રિભુવન-ચૈત્યપ્રવાડી/શાશ્વતતીર્થમાલા’ (મુ.), હરિગીતની ચાલની ૪ કડીના ‘અંબિકા-છંદ’ તથા નેમિનાથવિષયક કેટલીક કૃતિઓની રચના કરેલી છે. કવિના કાવ્યોમાં અનુપ્રસાદિ શબ્દાલંકારોનું માધુર્ય છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]