ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિરત્ન આચાર્ય-સૂરિ-૧-કીર્તિરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિરત્ન (આચાર્ય/સૂરિ)-૧/કીર્તિરાજ'''</span> [જ.ઈ....") |
(No difference)
|
Revision as of 07:12, 3 August 2022
કીર્તિરત્ન (આચાર્ય/સૂરિ)-૧/કીર્તિરાજ [જ.ઈ.૧૩૯૩ - અવ.ઈ.૧૪૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ/વદ ૫] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય અને પટ્ટધર. સંસારી નામ દેલ્હા. ઓશવાલ વંશ. પિતા દેપા. માતા દેવલદે. દીક્ષાનામ કીર્તિરાજ. દીક્ષા ઈ.૧૪૦૭. આચાર્યપદ ઈ.૧૪૪૧. ૨૫ દિવસની અનશન-આરાધના બાદ વીરમપુરમાં સમાધિપૂર્વક અવસાન. ૩૨ કડીના ‘માહવીર-વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘નેમિનાથકાવ્ય’ રચ્યું છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘વિવાહલઉં સંજ્ઞક અન્ય જૈન રચનાયેં’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]