ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિજય'''</span> : આ નામે ૭ કડીનું ‘આદિનાથ-સ્ત...") |
(No difference)
|
Revision as of 07:14, 3 August 2022
કીર્તિવિજય : આ નામે ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ૯ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’, ૭ કડીનું ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ ૪ કૃતિઓ (લે.ઈ.૧૬૪૬) મળે છે તે કીર્તિવિજય-૧ની હોવાની સંભાવના છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. ઉપાધ્યાય કીર્તિવિજયને નામે મળતું ૫૩ કડીનું ‘સપ્તતિશત-જિન-સ્તવન’ (૨.ઈ.૧૬૬૭) પણ કીર્તિવિજય-૨નું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]