ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુબેર-કુબેરિયોદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુબેર/કુબેરિયોદાસ'''</span> : કુબેરને નામે ‘મહાક...")
(No difference)

Revision as of 07:18, 3 August 2022


કુબેર/કુબેરિયોદાસ : કુબેરને નામે ‘મહાકાલેશ્વરનો ગરબો’ (લે.ઈ.૧૭૯૪), ‘મહાકાળી વિશેનો ગરબો’ (મુ.) તથા પદો, દાસ કુબેરને નામે શંકરની સ્તુતિનાં ૨ પદો (મુ.) તેમ જ કુબેરિયોદાસ કે દાસ કુબેરિયોને નામે બહુચરમાના ગરબા-છંદ (મુ.) મળે છે તે કયા કુબેર (કે કુવેર) છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ કુવેર. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. ભવાઈ (અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨-મહાકાળી વિશેનો ગરબો; ૪. શિવપદસંગ્રહ:૧, પ્ર. અંબાલાલભાઈ શં. પાઠક, લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦; ૫. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]