અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સાહ્યબો મારો ગુલાબનો છોડ, {{space}}વેલી હું તો લવંગની.<br> ઊડશું જીવનમા...")
(No difference)

Revision as of 07:09, 22 June 2021

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
         વેલી હું તો લવંગની.

ઊડશું જીવનમાં જોડાજોડ,
         પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
         કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
         મંજરી જેવી વસંતની.

સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
         ઓઢણી ઓઢી ઉમંગની.

(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)