અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક જ દે ચિનગારી મહાનલ! {{space}}{{space}}એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતાં ઘ...") |
(No difference)
|
Revision as of 07:10, 22 June 2021
એક જ દે ચિનગારી મહાનલ!
એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી... મહાનલ.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી... મહાનલ.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી... મહાનલ.
(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)