ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજય ઉપાધ્યાય-૩-‘અમીયકુંવર’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુંવરવિજય (ઉપાધ્યાય)-૩/‘અમીયકુંવર’'''</span> [ઈ.૧૮...")
(No difference)

Revision as of 10:59, 3 August 2022


કુંવરવિજય (ઉપાધ્યાય)-૩/‘અમીયકુંવર’ [ઈ.૧૮૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં અમીયવિજયના શિષ્ય. એમણે ‘અમીયકુંવર’ની કવિછાપથી રચનાઓ કરી છે. આ કવિએ દુહાબદ્ધ ‘અષ્ટપ્રકારી-પૂજા’, ૧૪ કડીની ‘ખામણાં-સઝાય’, ૮ કડીની ‘ગહૂંલી’, ૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું ચૈત્યવંદન’, ૧૦ કડીનું ‘વીસ વિહરમાનનું ચૈત્યવંદન’ તથા ૬૬૬૧ ગ્રંથાગ્રની ‘અધ્યાત્મપ્રશ્નોત્તર’ (૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા સુદ ૫, રવિવાર) નામની ગદ્યકૃતિ-એ મુદ્રિત તેમ જ ખરતરગચ્છીય દેવચંદ્રકૃત ‘અધ્યાત્મ-ગીતા’ પરનો ૮૩૭ કડીનો બાલાવબોધ (૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, અસાડ વદ ૨, ગુરુવાર) નામની કૃતિઓની રચના કરેલી છે. કૃતિ : ૧. અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ, પ્ર. ભીમસિંહ માણેક, -;  ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ:૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૩. ચૈસ્તસંગ્રહ:૧થી ૩; ૪. જિભપ્રકાશ; ૫. વિવિધ પૂજાસંગ્રહ : ૧-૧૧, પ્ર. જસવંતલાલ ગિ. શાહ, સં. ૨૦૦૯. સંદર્ભ : ૧. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘મારી કેટલીક નોંધ’, મોહનલાલ દ. દેસાઈ;  ૨. જૈગૂકવિઓ:૩(૧,૨). [ર.સો.]