ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણરામ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણદાસી'''</span> [ ]: પુષ્ટિમાર્ગ...") |
(No difference)
|
Revision as of 11:09, 3 August 2022
કૃષ્ણદાસી [ ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ‘કૃષ્ણદાસી’ એ નામછાપ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર વાપરનાર કવિ કૃષ્ણદાસ હોવા સંભવ છે. આ કવિના, પુષ્ટિમાર્ગીય આચાર્ય ગોકુલનાથ (જ.ઈ.૧૫૫૨-અવ.ઈ.૧૬૪૧)ના જન્મને લગતાં ૩૯ કડી અને ૧૩ કડીનાં ૨ ધોળ (મુ.) મળે છે તે પરથી કવિ ગોકુળનાથના સમકાલીન હોવાનું સમજાય છે. અને તો એમનો સમય ઈ.૧૬મી સદી મધ્યભાગ આસપાસનો ગણાય. કૃતિ : (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. [કી.જો.]