ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરકુશલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેસરકુશલ-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્...")
(No difference)

Revision as of 12:11, 3 August 2022


કેસરકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની ‘જગડુપ્રબંધ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, શ્રાવણ-; મુ.), વરદત્તગુણમંજરીના કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ (૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા ‘વીશી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક. ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]