ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેસરવિજય-૨'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છન...")
(No difference)

Revision as of 12:11, 3 August 2022


કેસરવિજય-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ક.શે.]