ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૪/ક્હાનજી-ક્હાનડ-ક્હાનદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાન-૪/ક્હાનજી/ક્હાનડ/ક્હાનદાસ'''</span> [ઈ.૧૭મી...")
(No difference)

Revision as of 13:03, 3 August 2022


ક્હાન-૪/ક્હાનજી/ક્હાનડ/ક્હાનદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, મકરસંક્રાંતિ)માં પૂરા થયેલા આ કવિના ‘અશ્વમેધ-પર્વ’ (મુ.)માં મહાભારતને અનુસરી સળંગ પ્રવાહી કથાનિરૂપણ થયું છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘ઝમક’ જેવી સંજ્ઞાઓ, પાત્રોક્તિઓનો થયેલો બહોળો ઉપયોગ અને રાગનિર્દેશથી સૂચવાતી સુગેયતા આ કથાનાં નોંધપાત્ર તત્ત્વો છે. ‘નંદજીની ગાય’ નામે ૧ કૃતિ પણ આ કવિને નામે નોંધાયેલી છે. કૃતિ : મહાભારત:૬, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૧ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. [ર.સો.]