છંદોલય ૧૯૪૯: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 164: | Line 164: | ||
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા! | એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા! | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ધ્રુવતારા == | |||
<poem> | |||
એ જ આભે એ જ તારા, | |||
એ જ સૌની એની એ છે તેજધારા, | |||
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં! | |||
સૌમ્ય એવી શી છટામાં, | |||
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં, | |||
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં | |||
નેનના બે ધ્રુવતારા, | |||
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં! | |||
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== સુધામય વારુણી == | |||
<poem> | |||
એક ચૂમી, | |||
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી | |||
બસ એક ચૂમી મેં લીધી; | |||
શી સ્વર્ગની જ સુધા પીધી! | |||
એકેક જેનું બિન્દુ | |||
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ! | |||
વળી તો એ જ બિન્દુ | |||
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ! | |||
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી | |||
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== મૃત્તિકા == | |||
<poem> | |||
બે ફૂલ ફૂટ્યાં! | |||
ચાંચલ્યનું ચુંબન દૈ પ્રિયાના | |||
હિલ્લોલતા સ્રોવરને હિયાના, | |||
વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા, | |||
::::: ને ફૂલ ફૂટ્યાં! | |||
બે ફૂલ ફૂટ્યાં! | |||
સો પાંખડીનો શણગાર ધારી, | |||
જ્યાં સૃષ્ટિનાં પંકજ જાય વારી, | |||
પરાગ શા ચંદનલેપ ઘૂંટ્યા; | |||
::::: બે ફૂલ ફૂટ્યાં! | |||
બે ફૂલ ફૂટ્યાં! | |||
લજ્જામુખીને ભયભીત ચિત્તે, | |||
સૌંદર્યનાં બે છલકંત ગીતે, | |||
શા દેહછંદે યતિબંધ તૂટ્યા, | |||
::::: ને ફૂલ ફૂટ્યાં! | |||
બે ફૂલ ફૂટ્યાં! | |||
જે મૃત્તિકા નિત્ય કઠોર જાણી, | |||
એ તો અહીં માર્દવ ર્હૈ છ માણી, | |||
શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં; | |||
::::: બે ફૂલ ફૂટ્યાં! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | </poem> |
Revision as of 11:29, 4 August 2022
જાગૃતિ
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
સ્વપ્ન
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
અકારણે
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!
મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
અગનગીત
મારે એક અગનગીત ગાવું!
લાવાની લખધારે મારી લાગણીઓને ન્હાવું!
મૌન ગેબની ગુહા ગજાવું
દીપકનો સૂર છેડી,
શૂન્ય તિમિરને પંથ સજાવું
કનક તેજની કેડી,
સૂરજની શય્યા પર પોઢી રુદ્રસ્વપ્ન હું લાવું!
આજ પ્રગટવો એવો લય
ને પ્રલયનૃત્યનો તાલ;
કે ભૂંસી ભાવિનો ભય
ને ભૂલી જવો ભૂતકાલ;
ત્રણે કાળને હૈયે મારે ઝાળ બનીને છાવું!
મારે એક અગનગીત ગાવું!
વિદાય
વિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય દેવી, સખી!
અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી,
મને સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી;
પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી!
વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના!
અહીં પલકવાર ર્હૈ નજરબ્હાર ચાલી જશે,
છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે,
હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના!
હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે,
અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે,
અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે,
મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે!
વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં,
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!
સપનું સરી જાય
મારું સપનું સરી જાય!
નીલનિકુંજે ચંપાનું કોઈ ફૂલ રે ખરી જાય!
ભ્રમર ન્હોતો ગુંજતો જેના કાનમાં ગોપનગીત,
પ્રગટી ન્હોતી ક્યારેય જેના પ્રાણમાં મિલનપ્રીત,
વિજન વાટે અબોલ જેવું જેને અધર સ્મિત,
એને રે કોઈ વ્યાકુલ વાયુ શીદને હરી જાય?
નમણી નારના શ્વાસ સમી એની વાસ ક્યાં રે ઢોળાય?
કિયે તે ગોકુલગામ રાધાશો રંગ એનો રોળાય?
ધૂપ સમું એનું રૂપ એને હવે ખોળ્યું તે કેમ ખોળાય?
અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય!
મારું સપનું સરી જાય!
કોને?
તને કે સ્વપ્નોને,
કહે, હું તે કોને
ચહું – સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?
પરિચય
અહો, આ તે કોના પરિચય વિનાના વદનને,
હસીને હેરંતા,
કટાક્ષો વેરંતા,
નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને
નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં?
અહો, આ તો નાની,
નિહાળું છું છાની,
પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા!
સજ્જા
રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા
ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે,
તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે
ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા;
તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં;
ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા!
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા,
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા!
ધ્રુવતારા
એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ છે તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!
સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!
સુધામય વારુણી
એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!
મૃત્તિકા
બે ફૂલ ફૂટ્યાં!
ચાંચલ્યનું ચુંબન દૈ પ્રિયાના
હિલ્લોલતા સ્રોવરને હિયાના,
વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!
બે ફૂલ ફૂટ્યાં!
સો પાંખડીનો શણગાર ધારી,
જ્યાં સૃષ્ટિનાં પંકજ જાય વારી,
પરાગ શા ચંદનલેપ ઘૂંટ્યા;
બે ફૂલ ફૂટ્યાં!
બે ફૂલ ફૂટ્યાં!
લજ્જામુખીને ભયભીત ચિત્તે,
સૌંદર્યનાં બે છલકંત ગીતે,
શા દેહછંદે યતિબંધ તૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!
બે ફૂલ ફૂટ્યાં!
જે મૃત્તિકા નિત્ય કઠોર જાણી,
એ તો અહીં માર્દવ ર્હૈ છ માણી,
શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં;
બે ફૂલ ફૂટ્યાં!