અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/કોણ રોકે!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ પૂનમની ચમકે ચાંદની, {{space}}એને કોણ રોકે? કાંઈ સાયર છલક્યા જાય {{space}}...") |
(No difference)
|
Revision as of 08:17, 22 June 2021
આ પૂનમની ચમકે ચાંદની,
એને કોણ રોકે?
કાંઈ સાયર છલક્યા જાય
કે એને કોણ ટોકે!
આ આષાઢી વરસે મેહુલો,
એને કોણ રોકે?
કાંઈ પૃથિવી પુલકિત થાય,
કે એને કોણ ટોકે!
આ વસન્તે ખીલતાં ફૂલડાં!
એને કોણ રોકે?
કાંઈ ભમરા ગમ વિણ ગાય,
કે એને કોણ ટોકે!
આ આંબે મ્હોરતી મંજરી,
એને કોણ રોકે?
કાંઈ કોકિલ ઘેલો થાય,
કે એને કોણ ટોકે!
આ અંગે યૌવન પાંગરે,
એને કોણ રોકે?
કાંઈ ઉરમાં ઉર ન માય! —
કે એને કોણ ટોકે!
(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)