અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માગું, સુણજે આટલો આર્ત ત...")
(No difference)

Revision as of 08:34, 22 June 2021

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું.

(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)