ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગદ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગદ'''</span> [ ]: આ કવિનાં, ક્ષત્રિયોન...") |
(No difference)
|
Revision as of 07:05, 6 August 2022
ગદ [ ]: આ કવિનાં, ક્ષત્રિયોની મૂળ ૫ જાત તથા તેમની પેટાશાખાઓનાં નામ અને વિશિષ્ટતાઓને વર્ણવતું ‘ક્ષત્રિયોત્પત્તિ’ તથા રજપૂતાના તેમ જ ગુજરાતના મુખ્ય ૩૬ ગઢ અને તેમનાં રાજકુલોનાં નામો આલેખતું ‘છત્રીસગઢ’ એ ૨ ઐતિહાસિક કાવ્યો મળે છે. ટેન્ડા રાજપૂત, દેગમ પદમણી, રામદેવ પીર વગેરે ભવાઈના વેશોમાં ગવાતાં, સચોટ અને બળકટ ભાષામાં જીવનની વાસ્તવિક રીતિ-નીતિનું તલગામી નિદર્શન કરાવતાં અનેક કવિત અને છપ્પાઓ (કેટલાંક મુ.) પણ આ કવિના નામે મળે છે. તેમનાં કેટલાંક કવિતમાં હિંદી ભાષાની અસર દેખાય છે. ‘દેગમ પદમણીનો વેશ/રાજા દેગમનો વેશ’ (મુ.)ના ૧ પાઠમાં ‘કવિ ગદ કહે સુણો ઠકરો રે, વેશ તો રાજા દેગમનો લહું‘ એવી એ વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને સમગ્ર વેશના ગદના કર્તૃત્વને સૂચવનારી લેખવામાં મુશ્કેલી છે. એ કદાચ ગદનું ઉદ્ધૃત સુભાષિતવચન જ હોય. કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી, -; ૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુ પદ્યોનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ:૩(૨); ૩. ફાહનામાવલિ:૧; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [નિ.વો.]