અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/નીંદરા ડ્હોળાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને આગલી રાતુંના ઉજાગરા ઓ જી...") |
(No difference)
|
Revision as of 08:43, 22 June 2021
પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!
ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊઠે આભમાં ઓ જી રે!
લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડીયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!
કેસરે મ્હેકન્ત ક્યારી,
કેસરે મ્હેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે!
પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!
(તુલસીદલ, ૧૯૮૯, પૃ. ૩)