અલ્પવિરામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
== કાવ્યો ==
<poem>
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
</poem>
== કવિ ==
<poem>
લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
ને આગ મેલી, સહસા જ જાગ્યો
વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.
</poem>
== રૂપ ==
<poem>
::એવું રૂપ નીરખ્યું મેં નમણું,
એક પલકમાં સાચ થઈ ગયું સમણું!
::::એવાં ઘેર્યાં છે કૈં ઘેને,
::આ મુજ ચકિત ચકિત બે નેને
::અવ હું નીરખું જેને જેને
તે તે સઘળું સુન્દર લાગે બમણું!
::અવ નહીં સૂધ કે સાન
::કે નહીં જ્ઞાનગુમાન,
::જેને સઘળું એકસમાન
તેને તે અવ શું ડાબું શું જમણું?
</poem>
== આ નયનો ==
<poem>
આ નયનો,
::: સત સમણાંનાં શયનો!
અભ્રહીન શારદનભનીલાં,
એ જ વળી વર્ષાથી વીલાં,
ગ્રીષ્મ વસંત ઉભયની લીલા,
:: પ્રગટ ઐક્ય, લય દ્વયનો!
એક હસે તો અન્યે રોવું,
એક ઝરે જલ અન્યે લ્હોવું,
છતાં ઉભયથી ઊજળું જોવું
::: સકલ વિશ્વ, શાં ’ડયનો!
</poem>
18,450

edits