ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય(ગણિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપ...")
(No difference)

Revision as of 08:45, 8 August 2022


ગુણવિજય(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત કનકવિજયના શિષ્ય. જીવદયાનો વિષય લઈને રચાયેલા એમના દુહા-દેશીબદ્ધ ૧૨૫ કડીના ‘કોચરવ્યવહારી-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯; મુ.)માં ખંભાતના સુલતાન પાસેથી ૧૨ ગામનો અધિકાર મેળવી અમારિ પ્રવર્તાવનાર કોચરનું વૃત્તાંત વર્ણવાયું છે. આ ઉપરાંત, આ કવિએ ‘પ્રિયંકરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, આસો સુદ ૧૩) તથા ૧૭૬/૨૭૬, કડીની ‘(કાશીદેશાધીશ)જયચંદ્ર/જયતચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો સુદ ૯)એ કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧(+સં.). સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]