ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસાગર-૧'''</span> [ઈ ૧૬૨૫ સુધીમાં] : મલધારગચ્છના...") |
(No difference)
|
Revision as of 08:52, 8 August 2022
ગુણસાગર-૧ [ઈ ૧૬૨૫ સુધીમાં] : મલધારગચ્છના જૈન સાધુ. હેમસૂરીશ્વરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્રના ‘નેમિચરિત્રમાલા’ (લે.ઈ.૧૬૨૫)ના કર્તા. અભયદેવસૂરિશિષ્ય ને ‘નેમિચરિત’ના કર્તા હેમચંદ્રસૂરિના સીધા શિષ્ય આ હોય તો એમનો સમય ૧૨મી સદી ગણાય પરંતુ કૃતિની ભાષા મોડા સમયનું સૂચન કરે છે. આથી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ કૃતિ ગુણસાગર-૪ની જ હોવાનું અને કવિએ ‘નેમિચરિત’નો આધાર લીધેલો હોઈ હેમસૂરીશ્વરને પોતાના ગુરુ ગણાવ્યા હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ આ જાતના અનુમાનનું પણ સમર્થન કરવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]