ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદ-૧'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : મોરાસુત. સુરતન...") |
(No difference)
|
Revision as of 09:16, 8 August 2022
ગોવિંદ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : મોરાસુત. સુરતના વતની. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું કાવ્ય છે. સંદર્ભ : કવિચરિત : ૧-૨.[ચ.શે.]