ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''ગંગવિજય'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = 'ગંગદાસ-૩ | ||
|next = | |next = ગંગસાહેબ | ||
}} | }} |
Latest revision as of 09:56, 8 August 2022
'ગંગવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર્તાકાર. તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં નિત્યવિજયના શિષ્ય. એમનો, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીમાં કુસુમશ્રી અને વીરસેનનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતો ‘કુસુમશ્રી-રાસ’ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર; મુ.) તેની રસપ્રદ કથનશૈલી તથા ચતુરાઈપૂર્વક પોતાની શીલરક્ષા કરતી ધનવતીની, ૧૫ ઢાળ જેટલો વિસ્તાર ધરાવતી, દૃષ્ટાંતકથાને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ ૩ ખંડનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૨૬/સં. ૧૭૭૨ કે ૧૭૮૨, કારતક વદ ૧૦, ગુરુવાર) પણ રચ્યો છે. કૃતિ : આકામહોદધિ :૧(+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. લીંહસૂચી. [ર.સો.]