૩૩ કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 76: Line 76:

{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

</poem>
== ટગર ટગર ==
<poem>
::::ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,
::::અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!
સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,
હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,
ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!
::::જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!
લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,
એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,
ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!
::::સોય સમા શા વીંધે મારા ડોળા,
::::નગર નગર હું જોતો રહું છું ટોળાં!
{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

</poem>
== અજાણ્યું એકે ના ==
<poem>
અહીં પૃથ્વીલોકે,
કશા હર્ષે શોકે,
મબલક મનુષ્યો સ્થળસ્થળે,
પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;
અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને;
અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!
{{સ-મ|૨૦–૧૨–૧૯૫૬}}

</poem>
== મુખ અને મહોરું ==
<poem>
તમારા મુખ પરે મહોરું
કશું રંગીન ને રસથી ભર્યું
નટની અદાથી છે ધર્યું,
કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!
ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય
કે રખે સરકી જશે
ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!
ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?
કહો તેના ભલા, સમ ખાઈને કહું
કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.
હશે આ પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!
હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.
રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ
સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!
{{સ-મ|૧૯૫૬}}

</poem>
== શું ધૂણો? ==
<poem>
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક
:::::: હૃદયમાં ખાલી રાખો ખૂણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
નોટબુકમાં પાને પાને લેખ
::: પ્રેમનો તમે લખી છો નાખ્યો,
ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ
::: અગર જો હોય હાંસિયો રાખ્યો!
ભલે ભાવતાં ભોજન ચાખો!
::: જરીક રાખો કોષ ઉદરનો ઊણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
સૌ જાણીતા માનીતાથી ભર્યો
::: હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,
શું કરશો જ્યાં કોઈ અજાણ્યું
::: આવી માગે એક રાતનો વાસો?
ગળાબૂડ છો ગરક પ્રેમમાં?
::: ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો!
{{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

</poem>
</poem>
18,450

edits