પુનશ્ચ: Difference between revisions

7,570 bytes added ,  06:26, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 517: Line 517:
ને અસલ જે ચહેરો તેને ચેરો;
ને અસલ જે ચહેરો તેને ચેરો;
હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ?
હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ?
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== ગમતું નથી ==
<poem>
તમને ક્યાંય ગમતું નથી,
તમારું મન તમારા મનમાંય તે રમતું નથી.
કાલની સ્મૃતિઓ શું ડંખે છે ?
તમારું મન કશું ઝંખે છે ?
તમારું મન હવે શું તમનેય તે નમતું નથી ?
તમારે શું ક્યાંય જવું નથી ?
જ્યાં છો ત્યાંથી દૂર થવું નથી ?
તમારું મન હવે શું શૂન્યમાંય તે શમતું નથી ?
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== આરંભ કે અંત ? ==
<poem>
ક્હેશો મને આ તે આરંભ કે અંત ?
તમે જેમ ચાલો, તેમ પંથ લાંબો;
પછી જે આંબવું તેને ક્યારે આંબો ?
તમે ચાલવાનો નહિ મેલો તંત ?
અંતમાં આરંભ, આરંભમાં અંત ?
તમે મેલો હવે એવી બધી ખંત,
આપણું આ આયુ નથી કૈં અનંત.
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== વિરામચિહ્નો ==
<poem>
તમે પત્રમાં ચીતર્યો’તો પ્રશ્નાર્થ,
મેં ચીતર્યું’તું આશ્ચર્ય;
પછી તમે પત્રમાં ચીતર્યું’તું આશ્ચર્ય,
મેં ચીતર્યો’તો પ્રશ્નાર્થ;
હવે કશું ચીતરવા – કરવાનું રહ્યું ?
હવે માત્ર પૂર્ણવિરામના મૌનમાં જ સરવાનું રહ્યું.
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== અંતે તમે હાર્યા ==
<poem>
આરંભથી જ મેં તો તમને ન્હોતા વાર્યા ?
પણ ત્યારે તમે મારું માન્યું નહિ,
તમે તો બસ જે ક્હો, જે કરો તે જ સહી;
ત્યારે મેં તમને આવા ન્હોતા ધાર્યા.
જ્યારે મેં કહ્યું, ‘બહુ સાંકડી છે આ પ્રેમગલી,
એમાં શક્ય નથી એકસાથે આપણે બે જણે જવું,
અશક્ય છે એમાં પાર થવું,
એ ક્યારેય ક્યાંય કોઈનેય નથી ફળી.’
ત્યારે તમે માન્યું હું તમને હસી રહ્યો,
તમારાથી દૂર ખસી રહ્યો,
ત્યારે તમે આંસુ સાર્યાં.
જ્યારે મેં કહ્યું, ‘આ પ્રેમે તો કેટલાયને માર્યા.’
ત્યારે તમે માન્યું કે તમને ક્યાં કોઈ ભય છે.
‘ચેતો !’, મેં કહ્યું, ‘હજુય સમય છે.
આ પ્રેમે ક્યારેય ક્યાંય કોઈનેય નથી તાર્યા.
હવે નક્કી કરો મરવું છે કે મરવું નથી ?’
ત્યારે તમે માન્યું, ‘આપણે હવે કશું કરવું નથી.’
ત્યારે અંતે તમે હાર્યા.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== અધવચ ==
<poem>
મને હતું જ કે તમે આમ અધવચ અટકશો.
આગળ જવું નથી ? ભલે ! પણ પાછા જવાશે નહિ,
વરસો વહી ગયાં તે તો હવે પાછાં લવાશે નહિ,
તમે જેવા હતા તેવા તો હવે પાછા થવાશે નહિ;
તો પછી તમે સ્મૃતિ ને વિસ્મૃતિની વચ્ચે લટકશો.
તમે અહીં લગી ચાલ્યા, એટલું બીજું ચલાશે નહિ,
થાકી ગયા હો તો મારો આ હાથ ઝલાશે નહિ,
તમે પથ્થર સમા થશો ને હવે જો હલાશે નહિ,
તો પછી તમે જીવનભર શું શૂન્યમાં ભટકશો ?
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== વિરહ ==
<poem>
તમે કહ્યું, ‘મળો !’, મેં કહ્યું, ‘મળશું.’
પણ વર્ષોના વિરહ પછી આપણે પાછા વળશું ?
એ તો એકમાત્ર વિધાતા જ કહી શકે,
ભવિષ્યને કોણ લહી શકે ?
બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,
કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય;
મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,
એકમેકમાં કેવું ભળતાં હતાં.
હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?
પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?
એ મિલન શું વિરહના ફળ રૂપે ફળશે ?
કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== મિલન ==
<poem>
વર્ષોથી આપણે ન મળ્યાં, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યા ત્યારે એવું બોલ્યા,
ક્ષણેકમાં પરસ્પરનાં હૃદય ખોલ્યાં.
વિરહમાં યે સુખ હોય તે આજે માણ્યું,
મૌન પણ મુખર હોય તે આજે જાણ્યું.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== એકાન્તમાં ==
<poem>
એકને એક ક્હેવું, બીજાને બીજું,
ને ત્રીજાને વળી ત્રીજું;
જાતને કૈં જ ન ક્હેવું,
તમારે તો બસ માત્ર જોઈ ર્હેવું.
પછી પેલા ત્રણે ક્યાંક મળી ગયા,
તમે જે કહ્યું તે કળી ગયા.
તમે જે કર્યું તે વ્યર્થ ગયું,
તમારે જાણવું છે પછી શું થયું ?
પછી ત્રણે ન’તો લડ્યા, ન’તો રડ્યા,
પણ ત્રણે રસ્તે પડ્યા;
હવે રહ્યું કશું જોવું ?
તમારે તો હવે એકાન્તમાં રોવું !

{{સ-મ|૨૦૦૫}}

{{સ-મ|૨૦૦૫}}

</poem>
</poem>
18,450

edits