ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોપાલદાસ-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોપાલદાસ-૧ | ||
|next = | |next = ગોપાલદાસ-૩ | ||
}} | }} |
Latest revision as of 07:31, 9 August 2022
ગોપાલદાસ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના વણિક. પિતા રામદાસ, વૈષ્ણવઆચાર્ય વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી જનશ્રુતિ છે. ‘આખ્યાન’ નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન/નવાખ્યાન’ (મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાથજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલનાથજીના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવન (લગ્ન ઈ.૧૫૯૨)ના નિર્દેશને પણ સમાવી લે છે. સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે. કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫; ૩. બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરપો; ૩. ગોપ્રભકવિઓ; ૪. અનુગ્રહ, જૂન ૧૯૬૦ - ‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છ. દેસાઈ. [ર.સો.]