અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિષણ્ણ વય વૃદ્ધ!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને સમોવડ વિદાય થાય; સ્હી જાય...") |
(No difference)
|
Revision as of 09:29, 22 June 2021
વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને
સમોવડ વિદાય થાય; સ્હી જાય તું એકલો!
ગ્રહી જ તવ કરાંગુલિ ડગુમગુ શીખ્યાં ચાલતાં
જનો, અવ બધાંય તે નવલ પોતપોતાતણી
રહ્યાં સ્વપનસૃષ્ટિની તરફ આંખ મીંચી ધસી.
તને વળગી જે હતાં જન રહેલ તેને હવે
જવું વળગવા રહ્યું અહહ તાહરે, ભાગ્ય એ.
જતો વળગવા તું; ને ખસી જવા ચહે દૂર એ!
નવાં — નહિ નવાં, જુદાં પણ ખરાંય એવાં — જનો,
(ન મેળ મનના મળે ક્યહીંય જેમની સંગ રે!)
તહીં વસવું માત્ર ના, રિઝવી એમને જીવવું!
શરીરતણી ક્ષીણતા ખટકતી નથી એટલી,
રહે ખટકી જેટલી ઉરની આ નિરાધારતા,
વિષણ્ણ વય વૃદ્ધ! દુઃસહ ચિરાયુકેરી સજા!
૧૦-૮-૧૯૫૮