અંતિમ કાવ્યો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 22: | Line 22: | ||
{{સ-મ|સપ્ટેમ્બર, ૨૦૧૨}}
| {{સ-મ|સપ્ટેમ્બર, ૨૦૧૨}}

</poem> | |||
== નિકટ – દૂર == | |||
<poem> | |||
સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી. | |||
પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી. | |||
સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય, | |||
{{space}} તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય ! | |||
પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય, | |||
{{space}} આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય ! | |||
સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું. | |||
પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું. | |||
{{સ-મ|૨૦૧૩}}

</poem> | |||
== હવે == | |||
<poem> | |||
આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો, | |||
હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો. | |||
હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ, | |||
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ; | |||
હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો. | |||
હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું, | |||
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું; | |||
હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો. | |||
{{સ-મ|માર્ચ, ૨૦૧૩}}

</poem> | |||
== સત્યાશીયે == | |||
<poem> | |||
વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું, | |||
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું. | |||
હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા, | |||
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા; | |||
એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું. | |||
હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં, | |||
ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં; | |||
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું. | |||
હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય, | |||
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય; | |||
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું. | |||
{{સ-મ|૧૮ મે ૨૦૧૩}}

</poem> | |||
== ભસ્મ રૂપે == | |||
<poem> | |||
હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’ | |||
વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ? | |||
વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા, | |||
તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા; | |||
તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’ | |||
આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી, | |||
મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી; | |||
ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું. | |||
{{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

</poem> | |||
== નર્યા ને નર્યા == | |||
<poem> | |||
વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા, | |||
વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા. | |||
વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું, | |||
બારે માસ જાણે વસંત હોય એમ થતું, | |||
પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા. | |||
આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા, | |||
વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં, | |||
વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં. | |||
{{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

</poem> | |||
== ઈશાવાસ્ય == | |||
<poem> | |||
કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય, | |||
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય. | |||
આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત; | |||
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત; | |||
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય. | |||
એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું; | |||
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું; | |||
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય. | |||
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

</poem> | </poem> |
Revision as of 09:10, 9 August 2022
મારું હોવું
મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?
સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?
સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?
નિકટ – દૂર
સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી.
પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી.
સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય,
તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય !
પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય,
આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય !
સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું.
પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું.
હવે
આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,
હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.
હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;
હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.
હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;
હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો.
સત્યાશીયે
વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું,
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.
હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા,
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;
એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું.
હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં,
ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.
હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય;
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.
ભસ્મ રૂપે
હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’
વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ?
વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા,
તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા;
તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’
આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી,
મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી;
ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું.
નર્યા ને નર્યા
વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા,
વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા.
વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું,
બારે માસ જાણે વસંત હોય એમ થતું,
પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા.
આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા,
વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં,
વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં.
ઈશાવાસ્ય
કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.
આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.
એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.