ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રભાણ ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રભાણ (ઋષિ)'''</span> [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ....")
(No difference)

Revision as of 09:29, 9 August 2022


ચંદ્રભાણ (ઋષિ) [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૨) તથા સવૈયામાં ‘ચતુર્વિંશતિજિન-પચીસી’ (મુ.), ‘જિન-લાવણી’, ઋષભદેવ તથા મહાવીરસ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ૧૯૬૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]