ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસાગર'''</span> : આ નામે ૪૯ કડીની ‘અઢારનાતરાંની-સ...") |
(No difference)
|
Revision as of 12:36, 12 August 2022
જયસાગર : આ નામે ૪૯ કડીની ‘અઢારનાતરાંની-સઝાય’ (લે.સં. ૧૮મી સદી) અને ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મળે છે. આ જયસાગર કયા તે સ્પષ્ટ થતું નથી. અજ્ઞાત કર્તૃત્વવાળી ૧૫ કડીની ‘નગરકોટચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૪૧) પરત્વે કર્તાનામ જયસાગર ઉપાધ્યાય પણ દર્શાવવામાં આવ્યું છે તેનો આધાર સ્પષ્ટ થતો નથી. સમયદૃષ્ટિએ આ જયસાગર-૧ સંભવી શકે, ને તો આ વિષયની એમની આ બીજી કૃતિ છે એમ કહેવું પડે. સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.ર.દ.]