ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયહેમશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયહેમશિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ...") |
(No difference)
|
Revision as of 12:39, 12 August 2022
જયહેમશિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના હેમવિમલસૂરિ (અવ. ઈ.૧૫૧૨) - લબ્ધિમૂર્તિ-જયહેમના શિષ્ય. મેવાડના પ્રાચીન શહેર ચિતોડની જાહોજલાલીને તથા ત્યાંના જૈનોએ અનેક કીર્તિસ્તંભો અને ભવ્ય મંદરો બંધાવ્યાં છે એ હકીકતને ભાષા અને વસ્તુમાં રજૂ કરતી ૪૩ કડીની ‘ચિતોડ-ચૈત્યપરિપાટી’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, ભાદ્રપદ-આશ્વિન, ૧૯૮૩ - ‘ચિતોડચૈત્ય પરિપાટી’, સં. મોહનલાલ દ. દેશાઈ.(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧).[કી.જો.]