ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-શિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૧'''</span>[ઈ.૧૩મી સદી ઉત્તરાર...") |
(No difference)
|
Revision as of 12:57, 12 August 2022
જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૧[ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચછના જિનપ્રબોધસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫થી ઈ.૧૩૨૦)ના શિષ્ય. વસંતવર્ણનની ભૂમિકા સાથે જિનચંદ્રસૂરિએ કરેલા કામવિજયનું વર્ણન કરતા ‘જિનચંદસૂરિ-ફાગુ’ (મુ.) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૬ કડીની ‘યુગવરગુરુ-સ્તુતિ’ અને ૭ કડીની ‘આદિનાથ-બોલી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાફાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]