ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરત્ન સૂરિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનરત્ન(સૂરિ)-૧'''</span> [જ. ઈ.૧૬૧૪ - અવ. ઈ.૧૬૫૫/સં. ૧૭...") |
(No difference)
|
Revision as of 13:14, 12 August 2022
જિનરત્ન(સૂરિ)-૧ [જ. ઈ.૧૬૧૪ - અવ. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ વદ ૭, સોમવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ સૂરિના શિષ્ય. જન્મ સેરૂણ ગામમાં. મૂળનામ રૂપચંદ્ર. ગોત્ર ઓશવાલ લુણીય. પિતા તિલોકશી શાહ. માતા તારાદેવી. ઈ.૧૬૨૮માં દીક્ષા. ઈ.૧૬૪૩/૧૬૪૪માં સૂરિપદ. અવસાન અનશનપૂર્વક અકબરાબાદ (આગ્રા)માં. તેમની પાસેથી ‘ચોવીશી’ (અંશત: મુ.) મળે છે. કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.). સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[શ્ર.ત્રિ.]