ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધન ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનવર્ધન(ગણિ)-૨'''</span> [ઈ.૧૪૨૬ સુધીમાં] : તપગચ્છન...")
(No difference)

Revision as of 13:16, 12 August 2022


જિનવર્ધન(ગણિ)-૨ [ઈ.૧૪૨૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૫મા શતક પૂર્વાર્ધની ભાષાની દૃષ્ટિએ નોંધપાત્ર, આ પંડિત કવિની કૃતિ બોલીબદ્ધ ‘તપગચ્છ ગુર્વાવલી’ (લે. ઈ.૧૪૨૬; મુ.) મહાવીરથી સોમસુંદર સુધીની તપગચ્છીય પટ્ટાવલીને આલેખતી કૃતિ છે. કૃતિ : ભારતીય વિદ્યા, મહા, ૧૯૯૬ - ‘પદ્યાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્વાવલી’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨)[ર.સો.]