ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય-૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનવિજય-૪'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનવિજય-૩ | ||
|next = | |next = જિનશેખર | ||
}} | }} |
Latest revision as of 11:45, 13 August 2022
જિનવિજય-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં હિતવિજયના શિષ્ય અને ભાણવિજયના ગુરુબંધુ. આ કવિની ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાચરિત્ર’ને આધારે રચેલી ધન્નાના ચરિત્રને વીગતે નિરૂપતી ને ધન્ના ને શાલિભદ્રના સંસારત્યાગને વર્ણવતી ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળોમાં વિસ્તરેલી કૃતિ છે. વાર્તાને રંજક-બોધક બનાવવા વચ્ચેવચ્ચે મૂકેલાં સંસ્કૃત સુભાષિતો ને આડકથાઓ કૃતિના લાક્ષણિક અંશો છે. આ ઉપરાંત આ કવિએ ૪૧ ઢાળનો ‘શ્રીપાળચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦, ગુરુવાર), ૭૨ કડીનો ‘નેમિનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, આસો વદ ૩૦) અને વિજયક્ષેમસૂરિ વિશેની ૨ સઝાયોની રચના પણ કરી છે. કૃતિ : ૧. ધન્નાશાલિભદ્રનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; ૨. ધન્ના શાલિભદ્રનો રાસ, પ્ર. શાહ લખમસી જેસિંગભાઈ, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]