ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસુખ સૂરિ-જિનસૌખ્ય સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનસુખ(સૂરિ)/જિનસૌખ્ય(સૂરિ)'''</span> [જિ. ઈ.૧૬૮૩/સં....")
(No difference)

Revision as of 11:55, 13 August 2022


જિનસુખ(સૂરિ)/જિનસૌખ્ય(સૂરિ) [જિ. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, માગશર સુદ ૧૫ - અવ. ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, જેઠ વદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ફોગ-પત્તનના વાસી. બોહરા-ગોત્રીય. પિતા રૂપચંદ/રૂપસી શાહ. માતા રતનાદે/સરૂપદે. દીક્ષા ઈ.૧૬૯૫માં. દીક્ષાનામ સુખકીર્તિ. ઈ.૧૭૦૬/૧૭૦૭માં પદપ્રતિષ્ઠા. અવસાન રીણીમાં. એમની રચનાઓમાં શંખેશ્વરનાં ૨ સ્તવનો (મુ.), ‘અષ્ટમીસ્તુતિ (મુ.), ૪ ઢાળની ‘જેસલમેરચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૭૧૫; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, અસાડ વદ ૩; અંશત: મુ.) તથા હિંદી ગદ્યમાં જેસલમેરના શ્રાવકોના પ્રશ્નોના ઉત્તર રૂપે ‘સિદ્ધાન્તીય વિચાર’ (ર.ઈ.૧૭૧૧)નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈગૂસારત્નો : ૧(+સં.); ૩. પ્રાતીસંગ્રહ : ૧; ૪. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ચ.શે.]