ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવરાજ'''</span> : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે...") |
(No difference)
|
Revision as of 12:05, 13 August 2022
જીવરાજ : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે છે જેમાંની ‘દાણલીલાના ૧૫ સવૈયા’ નામની કૃતિના કર્તા વૈષ્ણવમાર્ગી હોવાથી ને એની ભાષા અર્વાચીન જણાવાથી એ જીવરાજ-૩થી જુદા હોવાનું અનુમાન થયું છે. કૃષ્ણભક્તિનાં ૩ પદ મુદ્રિત મળે છે તે પણ કદાચ એમનાં હોય. ‘બૃહત્ કાવ્યદોહન’માં શિવાનંદને નામ મુદ્રિત થયેલાં શિવપૂજનનાં ૧૦ પદોમાંથી ૩ પદ ‘જીવરાજ’ છાપ દર્શાવે છે, તે એ કવિનું સંન્યાસી થયા પછીનું નામ હોવાનું જણાવાયું છે. ૧૪ કડીની ‘(મંડપ દુર્ગમંડન) સુપાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ પણ આ નામે મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા જીવરાજ છે એ નિશ્ચિત થતું નથી. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.), ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]