ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવવિજય-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છ...") |
(No difference)
|
Revision as of 12:14, 13 August 2022
જીવવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથો રચ્યા છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર’ પરનો પચાસેક હજાર ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૭૧૮); મુનિસુંદરના ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્રંથ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ -, શુક્રવાર). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]