અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ખુશ્બો મૂકી જાય!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવી આવી દ્વારે મારે {{space}}ખુશ્બો મૂકી જાય! {{space}}પ્રિયા ખુશ્બો મૂકી...") |
(No difference)
|
Revision as of 13:08, 22 June 2021
આવી આવી દ્વારે મારે
ખુશ્બો મૂકી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય!
કુમકુમ ઝરતી પગલી એની,
પાની ના ઝંખાય;
સ્મિતથી વીજળી ચમકે પાસે,
નયણાં ના દરશાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
નીલ આકાશે ઓઢણી ઊડે,
દેહ ના દેખાય
રત્નજડિત ઉડુની માળા,
કંઠ ના ડોકાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
પુષ્પડાળે વેણી રે ઝૂલે,
કેશ ના કલ્પાય!
ઉરનો અળતો ઊછળે આભે,
હૈયું ના હેરાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
દિવસે આવે, રાત્રે આવે;
સ્હેજ ના સ્પર્શાય!
તોય એની નૌતમ લીલા,
અંતર આંજી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)