ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલજારામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તુલજારામ-૧'''</span> [ઈ.૧૭૦૯માં હયાત] : વડોદરાના વત...")
(No difference)

Revision as of 06:46, 15 August 2022


તુલજારામ-૧ [ઈ.૧૭૦૯માં હયાત] : વડોદરાના વતની. પાછળથી અમદાવાદમાં સ્થાયી થયેલા. જ્ઞાતિએ નાગર. ભાગવતના દશમસ્કંધના પ્રામાણિક કહેવાય એવા ભાવાનુવાદ દ્વારા મૂળનો કથારસ આપતા, કડવાંને બદલે અધ્યાયપદ્ધતિ અપનાવતા, ચોપાઈ અને ચોપાઈ દાવટીનો વ્યાપક રીતે ઉપયોગ કરતા ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, અસાડ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[ચ.શે.]