ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવચંદ્ર-૧'''</span> [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધ...")
(No difference)

Revision as of 10:02, 16 August 2022


દેવચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]